રૂબરૂ મળો
હંમેશા વેચનારને રૂબરૂ મળીને વસ્તુ ચકાસો.
એડવાન્સ પેમેન્ટ નહીં
વસ્તુ જોયા વગર એક પણ રૂપિયો ન આપો.
ડોક્યુમેન્ટ્સ ચકાસો
બિલ, ઓરિજિનલ બોક્સ કે RC બુક માંગો.
ખરીદવાના સુવર્ણ નિયમો 👑
🚩 લાલ બત્તી (Red Flags) - ક્યારે ચેતવું?
QR કોડ સ્કેન કરવાનું કહે
તમારે પૈસા લેવા હોય અને કોઈ QR કોડ મોકલીને પિન નાખવાનું કહે તો તરત ના પાડો. પિન નાખવાથી પૈસા કપાય છે, આવે નહિ.
આર્મી કે ફૌજીનું બહાનું
ઘણા ફ્રોડ લોકો નકલી આર્મી આઈડી બતાવીને કુરિયરથી સામાન મોકલવાનું કહે છે અને ટ્રાન્સપોર્ટ ચાર્જ માંગે છે. આવા લોકોથી બચો.
બહુ ઉતાવળ કરાવે
જો વેચનાર કહે કે "જલ્દી પેમેન્ટ કરો નહીંતર બીજાને આપી દઈશ", તો ઉતાવળ ન કરો. વિચારીને જ નિર્ણય લો.
કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય છે?
અમે પ્લેટફોર્મને સ્વચ્છ અને સુરક્ષિત રાખવા માટે સતત પ્રયાસ કરીએ છીએ. જો કોઈ યુઝર કે જાહેરાત પર શંકા જાય, તો તેની પ્રોફાઇલ પર જઈને "રિપોર્ટ કરો" બટન દબાવો. અમારી ટીમ તરત જ પગલાં લેશે.