⬇️
🛡️

સુરક્ષા અને સાવચેતી

ઓનલાઈન છેતરપિંડી (Fraud) થી બચવા માટેની અગત્યની ટિપ્સ 🔒

ટચુકડી પર વ્યવહાર કરવો એકદમ સરળ છે, પણ ઇન્ટરનેટ પર અમુક લેભાગુ તત્વો પણ ફરતા હોય છે.
તમારા મહેનતના પૈસા બચાવવા માટે નીચેની વાતો ખાસ ધ્યાનમાં રાખો 👇

🚫

ક્યારેય એડવાન્સ પેમેન્ટ ના કરો

વસ્તુ જોયા વગર કે વ્યક્તિને રૂબરૂ મળ્યા વગર ક્યારેય Google Pay, PhonePe, Paytm કે બેંક ખાતામાં એડવાન્સ ટોકન રકમ આપવી નહીં. ભલે તે વ્યક્તિ ગમે તેટલો ભરોસાપાત્ર લાગતો હોય.

🤝

જાહેર સ્થળે રૂબરૂ મળો

હંમેશા દિવસે અને ભીડભાડવાળી જગ્યાએ (જેમ કે બજાર, ચોક કે મોલ) મળવાનો આગ્રહ રાખો. અજાણી કે એકાંત જગ્યાએ લેવડ-દેવડ કરવાનું ટાળો.

📱

QR કોડ અને OTP થી સાવધાન

યાદ રાખો: QR કોડ સ્કેન કરવાથી કે PIN નાખવાથી તમારા ખાતામાંથી પૈસા કપાય છે, પૈસા જમા થતા નથી. કોઈ તમારી પાસે પેમેન્ટ લેવા માટે સ્કેન કરવાનું કહે તો તરત ફોન કાપી નાખો. તમારો OTP કોઈની સાથે શેર ના કરો.

🧐

વધુ પડતી સસ્તી વસ્તુઓથી સાવધાન

જો કોઈ ૫૦,૦૦૦ નો આઇફોન કે બાઈક ૧૦,૦૦૦ માં વેચતું હોય, તો સમજી જવું કે દાળમાં કંઈક કાળું છે. (Too good to be true). આવી લાલચમાં આવીને ઉતાવળમાં પેમેન્ટ ના કરવું.

🔍

વસ્તુની પૂરી ચકાસણી કરો

મોબાઈલ, લેપટોપ કે વાહન ખરીદતા પહેલા તેના કાગળિયા (Bill, RC Book) અસલી છે કે નહીં તે જાતે ચેક કરો. ચોરીનો માલ ખરીદવો એ પણ કાયદેસરનો ગુનો છે.

🪪

અંગત ડોક્યુમેન્ટ્સ શેર ન કરો

સ્કેમર્સ ઘણીવાર તમારો વિશ્વાસ જીતવા માટે પોતાનું આધારકાર્ડ કે પાનકાર્ડ (જે સામાન્ય રીતે બીજા કોઈનું ચોરેલું હોય છે) તમને મોકલે છે અને સામે તમારા ડોક્યુમેન્ટ્સ માંગે છે. તમારું આધારકાર્ડ, પાનકાર્ડ કે બેંકની પાસબુક ક્યારેય કોઈ અજાણી વ્યક્તિ સાથે શેર ન કરો.

🚨

શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય?

જો તમને લાગે કે કોઈ ફ્રોડ કરી રહ્યું છે, તો તરત જ અમને રિપોર્ટ કરો.

📢 રિપોર્ટ કરો
🆘

તાત્કાલિક મદદ જોઈએ?

સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર: 1930 ડાયલ કરો.

📞 1930 પર કોલ કરો

🛡️ "સાવચેતી એ જ સુરક્ષાનું સાચું રહસ્ય છે."