⬇️
🤝

એજન્ટ કે પ્રમુખ બનો

તમારા વિસ્તારમાં ટચુકડીના પ્રતિનિધિ બનીને કમાણી કરો 💰

🚀

ડિજિટલ એજન્ટ કે પ્રમુખ બનો!

ઘણા લોકો પાસે સ્માર્ટફોન છે પણ તેમને જાહેરાત મૂકતા નથી આવડતું. તમે તેમના માટે એક સેતુ બની શકો છો.

તમે તમારા વિસ્તારના વેપારીઓ, ખેડૂતો અને દુકાનદારોની જાહેરાતો ટચુકડી પર મૂકી શકો છો અને દરેક સફળ પ્રીમિયમ જાહેરાત પર આકર્ષક કમિશન (Commission) મેળવી શકો છો.

🎁

તમને શું મળશે?

  • 💰 આકર્ષક કમિશન: તમારા દ્વારા લેવાયેલા દરેક પ્રીમિયમ પ્લાન પર ફિક્સ કમિશન.
  • 🛡️ સ્પેશિયલ વેરિફિકેશન: તમારી પ્રોફાઇલ પર "એજન્ટ" કે "પ્રમુખ" નો બેજ લાગશે જે તમારી વિશ્વસનીયતા વધારશે.
  • 📞 સીધો સપોર્ટ: ટચુકડી ટીમ તરફથી સીધો WhatsApp અને ફોન સપોર્ટ.
  • 📈 અનલિમિટેડ કમાણી: કોઈ મર્યાદા નહીં. જેટલા વધુ ગ્રાહકો, એટલી વધુ કમાણી.
🎯

તમારી ભૂમિકા (Role)

  • 📍 તમારા ગામ કે શહેરમાં ટચુકડીનો પ્રચાર કરો.
  • 📱 જે લોકોને ટેકનોલોજી નથી આવડતી તેમની જાહેરાતો અપલોડ કરી આપો.
  • 🤝 વેપારીઓને પ્રીમિયમ સેવાઓના ફાયદા સમજાવો.
  • 🌟 તમારા વિસ્તારમાં ટચુકડીના બ્રાન્ડ એમ્બેસેડર બનો.
⏳ ધ્યાન આપો

મર્યાદિત જગ્યાઓ (Limited Slots)

વહેલા તે પહેલાના ધોરણે (First Come, First Serve)

ટચુકડી પર ડિજિટલ પ્રતિનિધિ બનવા માટે અમે દરેક વિસ્તાર મુજબ મર્યાદિત સંખ્યામાં જ એજન્ટ અને પ્રમુખ બનાવીએ છીએ. જેથી અમારા દરેક સભ્યને પૂરતું કામ મળે અને તેઓ બેસ્ટ કમાણી કરી શકે.

🏘️
🏘️

ગામ લેવલ

ગામ એજન્ટ અને ગામ પ્રમુખ
🏢
🏢

તાલુકા લેવલ

તાલુકા એજન્ટ અને તાલુકા પ્રમુખ
🏙️
🏙️

જિલ્લા લેવલ

જિલ્લા એજન્ટ અને જિલ્લા પ્રમુખ
🗺️
🗺️

રાજ્ય લેવલ

રાજ્ય એજન્ટ અને રાજ્ય પ્રમુખ

📍 રહેઠાણ માટેની શરતો

  • ગામના એજન્ટ/પ્રમુખ: જે તે ગામના વતની હોવા અથવા ત્યાં જ રહેતા હોવા ફરજિયાત છે.
  • તાલુકાના એજન્ટ/પ્રમુખ: જે તે તાલુકામાં જ રહેતા હોવા ફરજિયાત છે.
  • જિલ્લા અને રાજ્યના એજન્ટ/પ્રમુખ: તે જિલ્લા કે રાજ્યના મુખ્ય મથક (Main City) માં જ રહેતા હોવા જરૂરી છે.

📋 લાયકાત અને ડોક્યુમેન્ટ્સ

  • સ્માર્ટફોન અને ઈન્ટરનેટ: સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વાપરતા આવડતું હોવું જોઈએ.
  • પેમેન્ટ (GPay/UPI): Google Pay (GPay), PhonePe કે અન્ય UPI એપ વાપરતા આવડતું હોવું જોઈએ.
  • ઈમેલ આઈડી (Email): તમારું પોતાનું એક્ટિવ ઈમેલ આઈડી હોવું જરૂરી છે.
  • ડોક્યુમેન્ટ્સ: ઓળખાણ માટે આધાર કાર્ડ (Aadhar Card) અને તમારો ફોટો આપવો ફરજિયાત છે.
💸

જોડાવાનો કોઈ ચાર્જ નથી! (100% Free)

ટચુકડી સાથે એજન્ટ કે પ્રમુખ તરીકે જોડાવા માટે તમારે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની નથી. આ સંપૂર્ણપણે કમિશન બેઝ (Commission Based) કામ છે.

💼

તમારે કયું કામ કરવાનું રહેશે?

તમારે ગ્રાહકોની જાહેરાતો POST કરવી, જાહેરાત PIN કરવી, ADS Banner મૂકવા અને VIP વેરિફિકેશન કરવા જેવી પ્રીમિયમ સેવાઓ આપવાની રહેશે, જેના પર તમને ફિક્સ કમિશન મળશે.

કોણ બની શકે છે ટચુકડીના એજન્ટ કે પ્રમુખ? 👇

📱

મોબાઈલ શોપ

🛒

કરિયાણાની દુકાન

💻

સાયબર કેફે / ઇ-મિત્ર

🧑‍🌾

યુવા ખેડૂત

🎓

કોલેજ સ્ટુડન્ટ

⚖️ કાનૂની શરતો અને નિયમો (Legal Terms)

🤝

૧. એજન્ટ અને પ્રમુખ માટેના સમાન નિયમો

ટચુકડી સાથે જોડાયેલા કોઈપણ એજન્ટ (Agent) અથવા પ્રમુખ (Pramukh) સ્વતંત્ર રીતે કામ કરે છે. કંપની દ્વારા આપવામાં આવતી આ તમામ કાનૂની શરતો અને નિયમો આ બંને હોદ્દા પર સમાન રીતે અને ફરજિયાતપણે લાગુ પડશે.

🚫

૨. ટર્મિનેટ (રદ) કરવાનો સંપૂર્ણ અને અંતિમ અધિકાર

ટચુકડીના એડમિન અને મેનેજમેન્ટ પાસે કોઈપણ એજન્ટ કે પ્રમુખને કોઈપણ પૂર્વસૂચના કે કારણ આપ્યા વગર તાત્કાલિક અસરથી દૂર (Remove) કરવાનો અથવા તેમનું એકાઉન્ટ બ્લોક કરવાનો સંપૂર્ણ અને અંતિમ અધિકાર છે. આ નિર્ણય સામે તેઓ કોઈ કાનૂની વિરોધ કરી શકશે નહિ.

💸

૩. કોઈ વળતર કે નુકસાનીનો દાવો નહિ

એકાઉન્ટ રદ થવાના કિસ્સામાં કે કમિશન સિસ્ટમ બંધ થવાના કિસ્સામાં, કોઈપણ એજન્ટ કે પ્રમુખ ટચુકડી કંપની, તેના માલિકો કે એડમિન પાસે કોઈપણ પ્રકારના આર્થિક વળતર (Compensation), નુકસાની, પેન્શન કે પગારનો દાવો (Claim) કાનૂની રીતે કરી શકશે નહિ. આ સંપૂર્ણપણે એક સ્વૈચ્છિક કમિશન-બેઝડ માળખું છે.

📜

૪. કમિશન અને નીતિ નિયમો

આ સંપૂર્ણપણે કમિશન આધારિત કામ છે (કોઈ નોકરી કે પગાર નથી). કમિશનનું સ્ટ્રક્ચર, ટકાવારી (Percentage), કે નિયમોમાં કોઈપણ સમયે ફેરફાર કરવાનો અથવા આખી સિસ્ટમ જ બંધ કરવાનો સંપૂર્ણ અધિકાર ટચુકડીના માલિકનો રહેશે.

🏛️

૫. માલિકની સંપૂર્ણ કાનૂની મુક્તિ (Legal Immunity)

કોઈપણ એજન્ટ કે પ્રમુખ દ્વારા કરવામાં આવતા કામ, કૌભાંડ કે આપેલા ખોટા વચનો માટે ટચુકડીના માલિક કે એડમિન કાનૂની રીતે કે આર્થિક રીતે જરા પણ જવાબદાર રહેશે નહિ. કોઈપણ પોલીસ કે કાનૂની કાર્યવાહીમાં માલિકનું કે એડમિનનું નામ જોડી શકાશે નહીં.

⚖️

૬. કન્ટેન્ટની કાનૂની જવાબદારી

એજન્ટ કે પ્રમુખ દ્વારા મુકવામાં આવતી કોઈપણ જાહેરાત કે માહિતી માટે સંપૂર્ણ જવાબદારી મુકનાર વ્યક્તિની પોતાની જ રહેશે. ગેરકાનૂની કે અયોગ્ય માહિતી માટે કંપની કે એડમિન જવાબદાર રહેશે નહિ.

🛡️

૭. ગ્રાહક સાથે છેતરપિંડી અને કાનૂની જવાબદારી

ગ્રાહકો સાથે યોગ્ય વ્યવહાર કરવો ફરજિયાત છે. જો કોઈ એજન્ટ કે પ્રમુખ ગ્રાહક સાથે કોઈ પણ પ્રકારની આર્થિક છેતરપિંડી કે ખોટા વચનો આપશે, તો તેની ૧૦૦% જવાબદારી જે તે વ્યક્તિની પોતાની જ રહેશે. ગ્રાહક સીધી તે વ્યક્તિ પર કાનૂની કાર્યવાહી કરી શકશે.

🔒

૮. ડેટા પ્રાઇવસી (Data Privacy)

ગ્રાહકોના નંબર કે અંગત માહિતીનો અન્ય જગ્યાએ દુરુપયોગ કરી શકાશે નહિ. ડેટા લીક કે દુરુપયોગ સાબિત થવા પર સાયબર ક્રાઈમ હેઠળ પગલાં લેવાશે.

™️

૯. બ્રાન્ડનો સાચો ઉપયોગ

'ટચુકડી' બ્રાન્ડ કે લોગોનો ઉપયોગ માત્ર માન્ય પ્રમોશન માટે જ કરી શકાશે. ટચુકડીના નામે ગેરકાયદેસર ઉઘરાણી કે ખોટા વાયદા કરવા એ સખત ગુનો ગણાશે.

💰

૧૦. કંપનીના ફંડની જમાવટ

ગ્રાહકો પાસેથી મળેલ પેમેન્ટમાંથી કંપનીનો ભાગ (Company Share) એજન્ટ કે પ્રમુખે નિયત સમયમાં એડમિનને જમા કરાવવાનો રહેશે. આ રકમ એજન્ટ પાસે માત્ર 'અમાનત' તરીકે રહે છે. કંપની દ્વારા માંગવામાં આવે ત્યારે રકમ જમા ન કરાવનારનું એકાઉન્ટ તાત્કાલિક રદ થશે અને બાકી કમિશન જપ્ત થશે.

🚨

૧૧. નાણાંકીય ઉચાપત પર કાનૂની કાર્યવાહી

જો કોઈ એજન્ટ કે પ્રમુખ ટચુકડીના નામે ગ્રાહકો પાસેથી ઉઘરાવેલા નાણાં કંપનીને ન આપે કે ઉચાપત (ચાઉં) કરે, તો કંપનીને તેની સામે છેતરપિંડી (Fraud) અને વિશ્વાસઘાતનો ક્રિમિનલ કેસ (પોલીસ ફરિયાદ) કરવાનો સંપૂર્ણ અધિકાર છે. તમામ કાનૂની ખર્ચ જે તે વ્યક્તિ પોતે ભોગવશે.

📞

જોડાવા માટે આજે જ સંપર્ક કરો

નીચેનામાંથી કોઈપણ માધ્યમથી અમારો સંપર્ક કરો. અમારી ટીમ તમને કમિશન અને સિસ્ટમની તમામ વિગતો સમજાવશે.

💬 WhatsApp પર મેસેજ કરો 📧 abcd@gmail.com

અથવા સીધો ફોન કરો: +91 9727409221